About the Book:
લાગણીઓ, પ્રેમની હોય કે, નફરતની, કે પછી, સંબંધોમાં આવેલી કડવાશ કે, કોઈ તબક્કે, ઊભી થયેલી, ગેરસમજણ કે, વળી, અમુક સમયે અનુભવાતી હતાશા, કે વારંવાર મળેલી નિષ્ફળતા કે પછી, સમાન વ્યક્તિત્વ સાથે બંધાયેલો સ્નેહ સંબંધ!
હૃદયની દરેક ઊર્મીઓને, મનનાં પેટાળમાંથી વલોવીને, નિચોવેલો અર્ક, એટલે; “ચાહતની નજરે”! આપણે સૌએ જાતે અનુભવેલી, પણ શબ્દ ભંડોળનાં અભાવે, જાતે ન વર્ણવી શકેલી લાગણીઓ,. જે, કવિ, “ચાહત” ની વિશિષ્ટ કલમ દ્વારા સરળ ભાષામાં સચોટ રૂપે આ પુસ્તકમાં આલેખવામાં આવી છે.
About the Author:
નેહાનો અનુભવ, ફાર્માસ્યુટિકલ કંપનીમાં, Quality control, Assurance & Regulatory Personnel) નો છે. અભ્સાસકાળ દરમ્યાન એને કાવ્ય વાંચન અને લેખનનો શોખ થયો. પ્રતિલિપિ, સટોરી મિરર, માતૃભારતી જેવી વેબસાઈટ ઉપર રચના પ્રદર્શિત કરીને સાહિત્ય ક્ષેત્રે અનોખી પ્રસિદ્ધિ મેળવી. કોરોનાકાળનાં વર્ષોમાં જ્યારે આખું વિશ્વ નિરાશ હતું ત્યારે પોતાનાં મનને બીજે વાળવાનાં હેતુથી નેહાએ, કવિતા લખવાની શરૂઆત કરી અને લોકોને બીજાં માર્ગે દોરી, ઉત્સાહનો સંચાર કર્યો, જે અભિનંદનીય છે.