About the Book:
આ સંગ્રહમાં માત્ર કાવ્યો જ નહિં, એક અદ્ભુત લાગણી છે. સમાજ ને જાણી શકાય તેવી આકૃતિ છે. ધર્મની સમજ આપતી પોથી છે. અને પ્રેમની અભિવ્યકિત પણ છે.
જીવનની એવી નાની નાની વાતો કે જેના પર આપણે ધ્યાન પણ નથી આપતા, એવી વાતો ને ખુબ જ સરસ રીતે શબ્દોમાં ઢાળીને કવિતાનું સ્વરુપ આપ્યું છે.
ધર્મ, સમાજ, માણસ અને લાગણીઓ ને શબ્દોથી શણગાર્યા છે. શબ્દ જો ભાષા છે તો મૌન પરિભાષા છે. જેને "કાવ્યોક્તિ" ખુબ જ સરસ રીતે સમજાવે છે.
જીવનના દરેક રંગ ને આવરી લેતું પુસ્તક એટલે "કાવ્યોક્તિ".
About the Author:
ડોક્ટર નેહા સોજીત્રા મોવલીયા: ડોક્ટર નેહા સોજીત્રા મોવલીયા એક હોમિયોપેથીક ડોક્ટર છે. જન્મ સુરતમાં થયો અને અત્યારે તે પૂર્વ આફ્રિકાના તાંઝાનીયા દેશમાં રહે છે. પોતે વિજ્ઞાનના ક્ષેત્રમાં હોવા છતાં ગુજરાતી ભાષા અને સાહિત્ય તરફ અનન્ય પ્રેમ અને લાગણી રહી છે. ખૂબ સરળ ભાષામાં ગહનતા રાખી પોતાના વિચારો રજૂ કરે છે જે દરેક વાંચકના દિલ અને દિમાગ સોસરવા નીકળી જાય છે. જેટલો ઉત્સાહ એમની રચનામાં દેખાય છે, એટલા જ ઉત્સાહી તે રોજીંદા જીવનમાં પણ છે. એમનો આ જ સ્વભાવ એમના લખાણમાં તરી આવે છે. તમે નેહા સોજીત્રા મોવલીયાને ઇન્સ્ટાગ્રામ(@sojitraneha) પર પણ વાંચી શકો છો.
અવકાશ: ગાંધીનગર જિલ્લાનાં નાનકડા ગામ ધારિસણાં માં જન્મેલા અવકાશને બાળપણથી જ પુરાણ, ઇતિહાસ, તત્વજ્ઞાન જેવા વિષયોમાં રસ રહ્યો છે. સંસારના રહસ્યો કે પછી સમાજની માનસીકતાને ખુબ સારી રીતે તેમની કવિતામાં ઝીલી શકે છે. સાહિત્ય પ્રત્યેનાં પ્રેમને કારણે વિજ્ઞાન પ્રવાહ છોડી સામાન્ય પ્રવાહ નો અભ્યાસ શરૂ કર્યો. વ્યાકરણ કે ભાષાનું એટલું જ્ઞાન નહીં, પણ મનની લાગણીઓ ને ખુબ સારી રીતે વાચા આપી શકે છે. તમે અવકાશને ઇન્સ્ટાગ્રામ (@avkashh) પર વાંચી શકો છો.