About the Book:
આ લેખન સંગ્રહને 2020 માં ગુજરાત સાહિત્ય પુરસ્કાર મળેલ છે. 16 વર્ષે કલમ પકડાય અને 17 વર્ષે લેખન સંગ્રહ બહાર પાડવો એ પણ એક નવોદિત લેખક માટે સિદ્ધિ જ કહેવાય. આ લેખન સંગ્રહમાં સ્ત્રીનું અસ્તિત્વ શું છે, એને શું સમજવામાં આવી છે, એનું મહત્વ કેટલું છે એને કેટલું માન સન્માન મળ્યું છે, કેટલું મળવું જોઈએ! એના વિશે તમામ મુદ્દાઓ મા વાત કરી છે. પુસ્તકના અંતે સમજાય છે કે સ્ત્રી સહનશક્તિ અને સમર્પણ ની મૂર્તિ છે.
About the Author:
વિજાપુર જિલ્લા ના નાનકડા ગામ સુંદરપુર માં જન્મેલા રિધ્ધિ ને વારસા માં જ સાહિત્ય ન મળ્યું હતું. પણ આતો કેવાય છે ને કે લેખક બનતા નથી ર્સજાય છે. અને એમાં પણ ૧૬ વર્ષે કલમ પકડાય અને સાહિત્ય નુ સર્જન થાય એટલે એ જ સર્જક.તેઓ હાલ ગાંધીનગર ખાતે ડિપ્લોમા ઇજનેરી માં અભ્યાસ કરે છે અને અમદાવાદ માં રહે છે.પોતે ટેકનિકલ ક્ષેત્ર માં હોવા છતાં ગુજરાતી ભાષા અને સાહિત્ય તરફ અનન્ય પ્રેમ અને લાગણી રહી છે. ખુબ સરળ ભાષામાં ગહનતા રાખી પોતાના શબ્દો રજૂ કરે છે. જે દરેક વાંચક ના દિલ અને દિમાગ સોસરવા નીકળી જાય છે.રિધ્ધી કાપડિયા ને તમે ઈન્સ્ટાગ્રામ @Riddhukapadiya4804 માં પણ જોઈ શકો છો.