About Book:દરેકની કાયા ગામડાની હોવા છતા માયા તો શહેરની હોય છે. સુખ સાહેબી અને
એસો આરામ એટલે શહેર. શહેરની માયાના કારણે માનવ શહેરની જેમ બનાવટી બની ગયો છે. ખુલ્લા વન વગડે અને સીમ સીમાડે હરતો ફરતો માનવ આજે ઉચી ઇમારતોના દસ બાય દસના પિંજરામાં કેદ થયો છે. આજે સયુક્ત કુટુંબમાથી વિભક્ત પરિવારો વધી રહ્યા છે.તેનુ કારણ પણ શહેર છે. શહેરનો સાચો શ્વાસ તો ગામડું છે. શહેરનો માનવીને ગમે તેટલી સુખ સગવડો મળતી હોય. પરંતુ વતનપ્રેમ કદી ભુલાવી શકતો નથી.
મારું પ્રથમ પુસ્તક “વતનપ્રેમ” આપ સમક્ષ મુકતા આનંદ અનુભવું છું. આપ ભલે હાલ શહેરમા રહેતા હોય કે ગામડામાં પણ પુસ્તકની દરેક વાર્તા વાચતા વાચતા આપના શ્વાસમાં ગામડાની મહેક જરૂર આવશે. દરેક વાર્તામાં મારો ગામડાનો સ્નેહ આપને જોવા મળશે. આપ વાચક સમક્ષ પુસ્તક નહી પણ એક દર્પણ મુકી રહ્યો છું. જેમા આપને પોતાનું મનગમતું વતન જરૂર દેખાશે...
About Author:
“વતનપ્રેમ” પુસ્તકના લેખકશ્રી અશ્વિનકુમાર કાંતિભાઇ પાટણવાડિયા તેઓનો જન્મ 13 મી મે 1985 ના રોજ થયો હતો. તેઓ ઉભરતા યુવાલેખક છે. અને તેઓ પોતાની રચનાઓ “સ્નેહ” ઉપનામથી પ્રકાશિત કરી છે. લેખકના માતાનું નામ વિદ્યાબેન. તેઓ વડોદરા જિલ્લાના મોટાહબીપુરા ગામના વતની છે. સાહિત્ય પ્રેમ એ લેખકને વારસામાં મળેલ અમુલ્ય ભેટ છે. તેઓ હાલ વડોદરા જિલ્લાના રણાપુર પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય શિક્ષક તેરીકે ફરજ બજાવે છે. સાથે સાથે તેઓ કવિતા અને વાર્તાઓ લખવાનો રસ ધરાવે છે. તેઓએ વંદનીય રાઘવજી માધડ સાહેબના સાનિદ્યમાં વાર્તાલેખન માટે માર્ગદર્શન મેળવેલ છે. તેઓની બાળવાર્તાઓ અવાર નવાર બાલસૃષ્ટિ માસિક અંકમા પ્રગટ થતી રહે છે.લેખકને પ્રકૃતિના ખોળે વિહરવું ખુબ ગમે છે.