‘હું કૃષ્ણ છું - મથુરામાં મારા સંઘર્ષશીલ જીવનની કહાણી’ બેસ્ટસેલર ‘હું મન છું’ના લેખક દીપ ત્રિવેદી દ્વારા લિખિત ‘હું કૃષ્ણ છું’ પુસ્તકનો બીજો ભાગ છે. આ પુસ્તકમાં કૃષ્ણ દ્વારા મથુરામાં કરવામાં આવેલા સંઘર્ષોનું રોચક વર્ણન છે, અને આ પુસ્તકમાં કૃષ્ણનાં જીવન સાથે સંલગ્ન ઘણાં મહત્વપૂર્ણ સવાલોના જવાબ પણ મળે છે, જેવા કે કૃષ્ણએ કંસને શા માટે માર્યો? કૃષ્ણને મથુરામાંથી શા માટે ભગાડવામાં આવ્યા? કૃષ્ણ અને રુક્મિણીનો પ્રેમ કેવો હતો? કૃષ્ણ અને સત્યભામાનો સંબંધ કેવો હતો? ‘હું કૃષ્ણ છું’નાં પહેલા ભાગને વાચકોએ ખૂબ વખાણ્યો તથા તેને ક્રૉસવર્ડ બુક એવોર્ડ્સ ૨૦૧૮નાં નૉન-ફિક્શન પોપ્યુલર કેટેગરી માટે નામાંકિત પણ કરવામાં આવ્યો છે. ‘હું કૃષ્ણ છું’ કૃષ્ણનાં જીવનને ન માત્ર સિલસિલાબંધ રૂપે દર્શાવે છે, આ પુસ્તક કે જે કૃષ્ણની આત્મકથા છે, તેમાં વાચકોને બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કૃષ્ણએ પોતાના મનની શક્તિઓને સહારે પોતાની સામે આવનારા તમામ પડકારોને માત કર્યા અને દરેક વિપરીત પરિસ્થિતિમાં પણ કઈ રીતે વિજય હાંસલ કર્યો. પહેલાં વ્યક્તિના દ્રષ્ટિકોણથી લખવામાં આવેલા આ પુસ્તકની સૌથી ખાસ વાત એ છે કે તેમાં વાચકોને કૃષ્ણ જેવી અદ્ભુત અને વિલક્ષણ પ્રતિભા ધરાવતી વ્યક્તિ, કે જેમને હરકોઈ જાણવા અને સમજવા ઈચ્છે છે. કેમકે પુસ્તકના લેખક સ્પિરિચ્યુઅલ સાયકો-ડાયનેમિક્સના અગ્રિમ પ્રણેતા છે, તેથી આમાં આવશ્યક સ્થાનો પર કૃષ્ણની સંપૂર્ણ સાયકોલૉજી અને તેમનાથી થનારા બદલાવને દર્શાવવામાં આવ્યા છે, જેથી વાચકોને એ સ્પષ્ટ થતું રહે છે કે કૃષ્ણએ શું કર્યું અને કેમ કર્યું. આ પુસ્તકનાં લેખનમાં ૧૫ થી પણ વધુ પૌરાણિક ગ્રંથોનું અધ્યયન કરવામાં આવ્યું છે, જેવા કે મહાભારત, શતપથ બ્રાહ્મણ, ઐતરેય આરણ્યક, નિરુક્ત, અષ્ટાધ્યાયી, ગર્ગ સંહિતા, જાતક કથા, અર્થશાસ્ત્ર, ઈંડિકા, હરિવંશ પુરાણ, વિષ્ણુ પુરાણ, મહાભાષ્ય, પદ્મ પુરાણ, માર્કંડેય પુરાણ અને કૂર્મ પુરાણ... આ પુસ્તક અંગ્રેજી અને હિન્દી માં ઉપલબ્ધ છે.