About the Book:
છૂટા છવાયાં મોતીઓને ગૂંથીને જેમ માળા બને, તેમ મનનાં વિચારોને અભિવ્યક્ત કરવા માટે કવિતાનો સહારો લઈને એક કાવ્યસંગ્રહ બને છે. આકાશમાં રચાતું ઈન્દ્રધનુષ તો સાત રંગોનું બનતું હોય છે,
પણ કાવ્યોનાં સંકલનથી જ્યારે એક ઈન્દ્રધનુષની રચના થાય છે ત્યારે એમાં અનેક રંગોની મેળવણીથી અદભૂત નજારો સર્જાય છે. આ કાવ્યસંગ્રહમાં સાદી અને સરળ ભાષામાં અંકુરિત થયેલી વિવિધ વિષયોને આવરી લેતી કાવ્યરચનાઓ ખરેખર ખૂબ જ રસપ્રદ શૈલીમાં વાંચકને એક નવી જ અનુભૂતિ કરાવે છે. કવિતા હંમેશા અલંકારિક શબ્દોની ગૂંથણીથી જ બની શકે એવી સામાન્ય સમજને બદલવાની ફરજ આ કાવ્યસંગ્રહ વાંચ્યા પછી પડે છે.""ઈન્દ્રધનુષ"" એ ખરેખર કલ્પનાનાં તથા માનવજીવનનાં બધાંજ રંગોનાં મિશ્રણથી બનેલો ખૂબજ માણવા લાયક કાવ્યસંગ્રહ છે.
About the Author:
કેમીકલ એન્જીનીયરિંગનો અભ્યાસ કરીને, ગુજરાતનાં એક જાણીતાં ઔદ્યોગિક એકમમાં ટેકનિકલ વિભાગમાં સેવા બજાવી રહેલ શ્રી મેહુલ અંજારિઆને કવિતા પ્રત્યે રૂચિ તો પહેલાંથી જ હતી, પણ સ્વયં પોતાના વિચારો તથા લાગણીને કાવ્યનાં ભાવે અભિવ્યક્ત કરી શકે એવું જણાતાં તેમણે લગભગ સાત વર્ષ પહેલાં કવિતા લખવાનું શરૂ કર્યું.
""મેહુલિયો""ના ઉપનામથી કાવ્યરસિકોમાં ચાહના પામેલાં કવિ શ્રી મેહુલ અંજારિઆએ ૨૦૧૬-૧૭ના વર્ષથી એમની કવિતાઓ સોશિયલ મીડિયાના મંચ પર પ્રસારિત કરવાનું શરુ કરી દીધેલ. લગભગ ત્રણ વર્ષ જેટલાં ટૂંકા ગાળામાં એમણે ૨૦૦ થી પણ વધારે કાવ્યોની રચના કરી છે, જેને વાંચકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે. તેમનાં કાવ્યોને પસંદ કરતાં વાંચકો ઘણાં લાંબા સમયથી એક સંકલિત કાવ્યસંગ્રહની રાહ જોઈ રહ્યાં હતાં. એ સર્વે વાંચકોની એ ઈચ્છા આ કાવ્યસંગ્રહ ""ઈન્દ્રધનુષ"" ના પ્રકાશન સાથે ફલિત થઈ રહી છે.