About the Book:
“વાર્તાલ્પ” ૩૦ લઘુ વાર્તાઓનો સંગ્રહ. એમની વાર્તાઓ જે જીંદગીમાં ખૂબ જ જરૂરી અને વિચારકરતી શીખ, માર્ગદર્શન પૂરક છે. લગભગ દરેક વાર્તાઓ આપણી આજુબાજુ બનતી ઘટનાઓથી પ્રેરિત છે. પરિસ્થિતિ, અવલોકન, અને અનુભવોનો નિચોડ, છતાં કાલ્પનિક પાત્રોની રજૂઆત એ “વાર્તાલ્પ.” સ્ત્રી સશક્તિકરણ અને સન્નમાન દરેક વાર્તાઓનો મધ્યવર્તી વિષય જે હંમેશા લેખિકાના હ્દયની ખૂબ નજીક રહ્યો છે. લેખિકા સંસ્કૃત ભાષાની શિક્ષિકા છે. તેથી તેઓએ દરેક ભાષાની જનની એવી સંસ્કૃત ભાષાના શબ્દ સમુહ અને ઉદાહરણ લીધા છે. નવા યુગને અનુરૂપ વાર્તાનું ઘડતર કર્યું છે. “વાર્તાલ્પ” માં અનુભવને શબ્દ દેહ આપી, હ્દય સ્પર્શી, લાગણી સભર વાર્તાઓનો સંગ્રહ તૈયાર કર્યો છે. લેખિકા વિશે ટૂંકમાં, લેખિકા ખૂબ જ લાગણી સભર ચિત્રકાર છે. તેમના ચિત્રો અને વાર્તાઓ રોજબરોજની પ્રેરણા, ઘટના અને અનુભવો પ્રેરિત છે. અલ્પાની લેખન યાત્રાની શરૂઆત “કાવ્યાલ્પ” કાવ્ય/ કવિતાઓના સંગ્રહથી થઈ. “કાવ્યાલ્પ” ને નોંધપાત્ર પ્રશંસા, ઈનામો અને પ્રણામપત્રો મળ્યા છે. અલ્પાનું લખાણ અલગ અલગ માધ્યમો દ્વારા પ્રકાશિત થયું છે. ડીજીટલ/ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા તેમ જ કવિ સંમેલન, મુશાયરા, સ્પર્ધાઓમાં, ઘણી સંસ્થાઓ ને ટ્રસ્ટ દ્વારા પણ અલ્પા વસાને પુરસ્કાર, સન્માનપત્ર, પ્રમાણપત્ર પ્રાપ્ત થયા છે.